મંગળવાર, 23 ઑગસ્ટ, 2011

જય ખોડિયારમાં જય ખોડીયાર


મામણના મેણલા ભાંગે ભારી મા
જય ખોડિયારમાં જય ખોડીયાર
સાતેય બેનડીયું ને ખેતલીયો ભાઈ
જય ખોડિયારમાં જય ખોડીયાર

ખોડીયાર માત કેરા પરચા અપાર છે,
ચારણ કુળમાં ગંગાનો અવતાર છે.
ગળધરા માટેલને તાતણીયા ધામ
જય ખોડિયારમાં જય ખોડીયાર

મોટેરી બેનડીએ સોરઠ થંભાવ્યા
ગેલી ગડતાર રંગ બોધ મને મારીયા
ભાડલાની ભૂતાવળ ભાંગી મારીમાં
જય ખોડિયારમાં જય ખોડીયાર

હાલો જોગબાઈ તોગ બાઈ ડુંગર
સાત વીસ ભુવા ડેરા બંધાવ્યા
હાલ ખેતલીયો વીર આજે જગમાં પુજાય છે.
શેષનાગ કેરો અવતાર એ ગણાય
જય ખોડિયારમાં જય ખોડીયાર