મોરલીયો ટહુકા કરતો જાય, મોરલીયો ટહુકા કરતો જાય.
પેલો તે ટહુકો ઉડીને આવ્યો મા અંબેમાને દ્વાર,
અંબેમાને જઈને કે જે આવજો અવસર દ્વાર. -મોરલીયોo
બીજો તે ટહુકો ઉડીને આવ્યો મા ચામુંડમાને દ્વાર,
ચામુંડમાને જઈને કે જે આવજો અવસર દ્વાર. -મોરલીયોo
ત્રીજો તે ટહુકો ઉડીને આવ્યો મા ખોડલમાને દ્વાર,
ખોડલમાને જઈને કે જે આવજો અવસર દ્વાર. -મોરલીયોo
ચોથો તે ટહુકો ઉડીને આવ્યો મા દશામાને દ્વાર,
દશામાને જઈને કે જે આવજો અવસર દ્વાર. -મોરલીયોo
પાંચમો તે ટહુકો ઉડીને આવ્યો મા અંબેમાને દ્વાર,
અંબેમાને જઈને કે જે આવજો અવસર દ્વાર. -મોરલીયોo