ગુરુવાર, 18 ઑગસ્ટ, 2011

રામાપીરની આરતી




હરખેથી ઉતારું રે મારા રામાપીરની આરતી,
કંકુને કેશરના પીરને સાથીયા પુરાય જો.

પેલા પેલા યુગમાં કાંય સોના કેરા પાઠ જો,
સોનાના સિંહાસન બેઠા રણુજાના રાય જો.
હરખેથી ૦

બીજા બીજા યુગમાં કાંય ચાંદી કેરા પાઠ જો,
ચાંદીના સિંહાસન બેઠા સગુણાનો વીર જો.
હરખેથી ૦

ત્રીજા ત્રીજા યુગમાં કાંય રૂપા કેરા પાઠ જો,
રૂપાના સિંહાસન બેઠા હરજીનો ભગવાન જો.
હરખેથી ૦

ચોથાચોથા યુગમાં કાંય માટી કેરા પાઠ જો,
માટીના સિંહાસન બેઠા માતા મીનલદેનો બાળ જો.
હરખેથી ૦

પાંચમાં પાંચમાં યુગમાં કાંય તાંબા કેરા પાઠ જો,
તાંબાના સિંહાસન બેઠા રણુજાનો રાય જો.
હરખેથી ૦