શિવજીનું ડમરુ ડમ ડમ
વાગે,
શિવજીના ત્રણ લોક ગાજે,
હો ડમરુ ડમ ડમ વાગેo
કૈલાસમાંથી ભોળાનાથ
આવ્યા,
પાર્વતીએ ચોખલે વધાવ્યા કે,
શિવજીનું ડમરુ ડમ ડમ વાગેo
અયોધ્યામાંથી રામ
આવ્યા,
સીતાજીએ મોતીડે વધાવ્યા કે,
શિવજીનું ડમરુ ડમ ડમ વાગેo
ગોકુળમાંથી
શ્રીકૃષ્ણ આવ્યા,
રાધાજીએ ફૂલડે વધાવ્યા કે,
શિવજીનું ડમરુ ડમ ડમ વાગેo
શિવજીનું ડમરુ ડમ ડમ
વાગે,
શિવજીના ત્રણ લોક ગાજે,
હો ડમરુ ડમ ડમ વાગેo