હું ગાંડો નથી રે
હું કાઈ ઘેલો નથી રે,
કોઈનો છેતરો છેતરાવ
એવો ભોળો નથી રે.
ચાર પાંચ ફૂલ લઇ મને
ચઢાવે,
ઇનામ મેળવવા માનતા
માને,
પાંચ ફૂલે પાંચ લાખ દેતો નથી રે. -હું ગાંડોo
ચપટી ચોખા લઇ
મંદિરીયે આવે,
મારા ઉપર હો ફદીયા
ફગાવે,
એવા પીતળિયા હું કાઈ લેતો નથી રે. -હું ગાંડોo
મારા બનાવેલા મને
બનાવે,
ગર્ભવાસ ના કોઈને
ભુલાવે,
વખત આવે ત્યારે મેલતો નથી રે. -હું ગાંડોo
મારા નામની ફિલમ
ઉતારે,
ભોળા લોકોને જોવા
લલચાવે,
અર્ધાની ટીકીટમાં હું સસ્તો નથી
રે. -હું ગાંડોo