તું તો માળા રે જપીલે રાધેશ્યામનીo
ખાલી આવ્યા ખાલી
જાશું,
સાથે શું લાવ્યા શું લઇ જાશું ?
જીવન ધન્ય રે બનાવો
ભક્તિભાવથી,
તું તો માળા રે જપીલે રાધેશ્યામનીo
જુઠા જગના જુઠા ખેલ,
મનવા તારું મારું મેલ.
હવે છોડી દેને ચિંતા
આખા ગામની,
તું તો માળા રે જપીલે રાધેશ્યામનીo
તારી એક એક પળ જાય
લાખની,
તું તો માળા રે જપીલે રાધેશ્યામનીo