મનનો મોરલિયો રટે
તારું નામ,
મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.
એકવાર આવી પુરો હૈયા
કેરી હામ,
મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.
સુરજ ઉગે ને મારી
ઉગતી રે આશા,
સંધ્યા ઢળે ને મને મળતી નિરાશા.
રાત-દિવસ મને સુઝે
નહિ કામ,
મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.
આંખલડી એ મને ઓછું
દેખાય છે,
દર્શન વિના મારું દિલડું દુભાય છે.
નહિ રે આવો તો વા’લા
જશે મારા પ્રાણ,
મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.
એકવાર વા’લા તારી
ઝાંખી જો થાયે,
આંસુઓના બિંદુથી જોવું તડપાયે.
માંગુ સદાય તારા
ચરણોમાં વાસ,
મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.
મનનો મોરલિયો રટે
તારું નામ,
મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.