ગુરુવાર, 1 સપ્ટેમ્બર, 2011

જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો


જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો,વચન ચુક્યા ચોરાસીમાં જાય.
જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો.

એ જે’દી રે બોલ્યા’તા મેવાડમાં રે, તે’દુના તમે વચનને સંભાળો.
જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો.

જાડેજા તાલને તંબુરો સતીના હાથમાં રે, સતી કરે અલખનો આરાધ.
જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો.
આવા ત્રણ રે દિવસને જાડેજા ત્રણ ઘડી,શુરો હોય તો સમાધિમાંથી જાગ.
જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો.

જાડેજા આવી કાલી રે કે’વાશે, તોરલ કાઠિયાણી,(2)
મુઆ પછી નરને બોલવાના ન હોય નીમ.
ધુપ ને ધજાએ શ્રીફળ નહિ ચડે,આવી ગ્યો હવે આ ખરાખરીનો ખેલ.
જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો.

ત્યાં તો આળસ મરડીને જેસલજી જાગીયા રે,(2)
ભાંગી ગઈ ઓલા બાયલાની ભ્રાંત,
જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો.

પેલા રે મળ્યા રે રૂપાને માલદે, પછી મળ્યા તોરલદે નાર.
કન્યાએ કેશરીયા વાઘા પેર્યા, મીંઢળ બાંધ્યા જેસલજી ને હાથ.
જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો.

સર્વે રે વળાવી પાછા વળ્યા, એક નો વળ્યા તોરલદે જો ને નાર.
જેસલના ઘરેથી તોરલ બોલીયા,નવી નવી સમાધી ગળાવો.
જાડેજા રે વચન રે સંભાળીને વેલા જાગજો.