ગુરુવાર, 1 સપ્ટેમ્બર, 2011

જીલો તોરલ કાઠિયાણી


તારી જુગ જુગની રહી ગઈ ભલાઈ રે,
મહારાણી ધરમ જીલો તોરલ કાઠિયાણી રે.(2)

જેસલના ઘરે જે દી જમૈયો રચાયો ને આદરા માજમ રાંકજી,
આવ્યા સાધુ ને આદરભાવ દીધા,(2) કરજોડી પડે એને પાય રે.
                                                - મહારાણીo
અયોધ્યામાં રાજા હરિશ્ચંદ્ર સીધ્યા, એને સંગમાં તારામતી રાણી રે.
સત્યને કારણે ત્રણે વેચાણા,(2) ભર્યા નીચ ઘેર પાણી રે.
                                                - મહારાણીo
મેવાડમાં રાજા માલદે સીધ્યા, ને સંગમાં રૂપાદે રાણી રે.
માલે રૂપાનાં હેરણા હેર્યા,(2) થાળીમાં રચી ફૂલવાડી રે.
                                                - મહારાણીo
કૈલાશમાથી ભોળા શંભુ પધાર્યા, જેના સંગમાં પારવતી રાણી રે,
બંને મળીને ધર્મ હલાવો,(2) વિચારી ને જાણી રે.
                                                - મહારાણીo
જેસલ જાડેજો વાણી વદે રે, તમે સાંભળો તોરલ કાઠિયાણી રે,
દોઈ કર જોડી સતી તોરલ બોલ્યા,(2) સંતોની વાણી રે વખાણી રે.
                                                - મહારાણીo