બીજાને મદદરૂપ થઇ શકીએ એવી પ્રાર્થના કરતી કવિતા...
હે ઈશ્વર ! હે પરમ કૃપાળુ ! આટલું અમને દેજે,
કોઈનાં દિલની આગ બુઝાવવા પાણી અમને કરજે,
કોઈના મનને ઠંડક દેતી વાણી અમને દેજે,
હે ઈશ્વર !
કોઈના ઝખ્મોનો મરહમ અમને બનવા દેજે,
કોઈ એકલ અનાથનો હમદમ અમને બનવા દેજે.
હે ઈશ્વર !
કોઈ નિરાધારને આધાર હાથ અમને કરજે,
જગથી રૂઠેલા એવા કોઈનો સાથ અમને દેજે.
હે ઈશ્વર !
કોઈની આંખના આંસુઓમાં ભાગ અમને દેજે,
કોઈ ભૂખ્યા પેટે લાગેલી આગ અમને દેજે.
હે ઈશ્વર !
સબંધો જે સાંધતા શીખે એવું જીવન દેજે,
કોઈને દિલની ફોરમ દેતું ઉપવન અમને દેજે.
હે ઈશ્વર !
હે ઈશ્વર તારા ચરણોની રાખ અમને કરજે,
'આનંદ' તારા મોતે રડતી આંખ અમને દેજે.
હે ઈશ્વર !