સોમવાર, 13 મે, 2013

એની નજરમાં સવાલો ઘણા છે

એની નજરમાં સવાલો ઘણા છે,
ને મારા હૃદયમાં જવાબ ઘણા છે.

કે નીન્દ્રાએ આંખોનું ઘર છોડીયું છે,
છતાં પણ હજુ દિલમાં સપના ઘણા છે.

મારા હૃદયની પીડા બહુ જ કઠીન છે,
આમ તો દુનિયામાં દર્દો ઘણા છે.

હજુ મન મંદિરમાં તારી યાદ આવે છે,
આમ તો ઉજવવા તહેવારો ઘણા છે.

બધા પોતાના થઈને જ મને મળે છે,
તોય એ ભીડમાં પારકા ઘણા છે.

સુરજ પાસે હોવાથી જ દુનિયા પૂજે છે,
નહિ તો અંતરીક્ષમાં સિતારા ઘણા છે.

મારે મન તો પ્રેમ જ પૂજા ઈબાદત છે,
આમ તો દુનિયામાં ધર્મો ઘણા છે.

'આનંદ' દિલના દર્દ ખાનગી હોય છે,
મેહફીલમાં એમ તો શ્રોતા ઘણા છે.