સોમવાર, 13 જૂન, 2011

TAT

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક અને આચાર્યની અભીયોગ્યતા કસોટીનું સૂચિત માળખું.

શુક્રવાર, 10 જૂન, 2011

મન તો થાય



મન  નું  તો  શું ? મન તો  થાય. 

ક્યારેક તમને મળવાનું 
ક્યારેક તમને ભૂલવાનું 
મન તો થાય. 

ક્યારેક  ખડ  ખડાટ  હસવાનું 
ક્યારેક  પોક  મૂકી  ને  રડવાનું 
મન  તો  થાય. 

ક્યારેક  મેળા  માં  ફરવાનું 
ક્યારેક  ખાલી  ગલીઓ  માં  જવાનું 
મન  તો  થાય. 

ક્યારેક  ઊંચા  આકાશે  અડવાનું 
ક્યારેક  ઊંડા  પાતાળે  પડવાનું 
મન  તો  થાય. 

ક્યારેક  અમથે  અમથાય  બોલવાનું 
ક્યારેક  સભામાં  ચુપ  રેવાનું 
મન  તો  થાય. 

ક્યારેક  લાગણી  ના  સબંધો  બાંધવાનું 
ક્યારેક  સાવ  સન્યાસ  લઇ  લેવાનું 
મન  તો  થાય. 

ક્યારેક  આંસુ  નો  દરિયો  ભરવાનું 
ક્યારેક  કોરી  આંખે  રડવાનું 
મન  તો  થાય. 

ક્યારેક  દર્દ  નો  મલ્હાર  ગાવાનું 
ક્યારેક  'આનંદ'  બની  જવાનું 
મન  તો  થાય. 

ગુરુવાર, 9 જૂન, 2011

ચોકલેટનું ઝાડ

લેખિકા :
પુરણવૈરાગી નિધિ રમેશભાઈ (ધો.૮)
શ્રી ઝુંડાળા પ્રાથમિક શાળા                                                                    

                     સુંદરપુર નામનું  એક ગામ  હતું.આ ગામ માં  ટીનું નામનો   છોકરો હતો.  તે ખુબ ચોકલેટ  ખાતો. તેને સવારે ઉઠે એટલે પહેલા ચોકલેટ ખાય અને પછી જ બ્રશ કરે અને નાસ્તો  કરે. તે દિવસમાં  સવાર , બપોર , સાંજ , રાત્રે એમ  કેટલીયવાર ચોકલેટ ખાતો. તેની મમ્મી  તેને સમજાવતી અને કહેતી કે જો  આપણે આટલી બધી ચોકલેટ  ખાઈએ તો આપણા દાત  સડી જાય અને પછી પડી જાય. તેની મમ્મી તેને આટલુ બધું સમજાવતી હોવા છતાં તે ચોકલેટ ખાતો. તેની મમ્મીની વાત ધ્યાન માં લેતો  નહિ .
                      એક દિવસ ટીનું સુતો હતો  ત્યારે તેને સપનું આવ્યું . તેને સપનામાં જોયું કે તે એક જંગલ માં છે. જંગલ માં ચારે બાજુ  ચોકલેટના ઝાડ અને વેલાઓ છે. આ જોઇને ટીનું તો ખુશ થઇ ગયો. તે તો એક પછી એક ચોકલેટ ના ઝાડ પાસે જઈને ચોકલેટ ખાવા લાગ્યો. તેણે એટલી ચોકલેટ ખાધી કે તેના મો માંથી લોહી નીકળવા લાગ્યું અને તેના બધા દાંત પડી ગયા. દાંતમાં દુખાવો થવા લાગ્યો અને ટીનું રડવા લાગ્યો.
                      ટીનુંને રડતો જોઇને તેની મમ્મીને થયું કે ચોકલેટ માટે રડે છે. એટલે ટીનુંની મમ્મીએ તેની સામે ખોબો ભરીને ચોકલેટ રાખી પણ ટીનુંએ એક પણ ચોકલેટ લીધી નહિ. આ જોઇને તેની મમ્મી ખુબ ખુશ થઇ. તેણેટીનુંને પૂછ્યું કે તે ચોકલેટ શા માટે ન લીધી?
                       ટીનુંએ કહ્યું કે મમ્મી આજે મને સપનું આવ્યું કે હું એક જંગલમાં છું અને ત્યાં જંગલમાં ચારેબાજુ ઘણા બધા ચોકલેટના ઝાડ અને વેલાઓ છે અને હું એ બધા ઝાડમાંથી ચોકલેટ લઈને ખાઉં છું અને મારા દાંતમાંથી લોહી નીકળે છે, અને ખુબ દુખાવો થાય છે અને મારા દાંત પડી જાય છે.
                        એટલે હવે મેં નક્કી કર્યું છે કે હું દિવસમાં માત્ર એક જ વાર ચોકલેટ ખાઇશ.અને એક્વારથી વધારે ચોકલેટ ખાઇશ નહિ.

ગુરુવાર, 2 જૂન, 2011

Scholarship Information

Scholarship for students in Primary, Secondary, Higher Secondary and Higher studies.

Scholarship 1                                Scholarship 2                         

Scholarship 3                                Scholarship 4

                          Scholarship 5

Pravesotsav

શાળા પ્રવેસોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાની તારીખ ૧૬,૧૭ અને ૧૮ જુન ૨૦૧૧ નક્કી થઇ છે.

આ પ્રવેસોત્સવ વખતે શાળાના શિક્ષકો એ ગત વર્ષ દરમ્યાન તૈયાર કરેલ T.L.M. નું પ્રદર્શન યોજવાનું છે.