મંગળવાર, 20 ઑગસ્ટ, 2013
ગુરુવાર, 15 ઑગસ્ટ, 2013
બહાદુર છોકરો
શ્રી ઝુંડાળા
પ્રાથમિક શાળા
એક છોકરો હતો. તેનું નામ જોન
હતું. તેની ઉમર માત્ર ૧૦ વર્ષની હતી. તેને ભણવાનો ખુબ શોખ હતો. તે ભણવામાં ખુબ
હોશિયાર હતો. તેના પિતાનો સ્વભાવ ખુબ જ ચિડીયો હતો અને તેના પિતા મજુર હતા. જોનને
આગળ ભણવું પણ હતું પણ ગરીબાઈને લીધે તેને ભણતર છોડવું પડ્યું. જોન એકદિવસ મજુરીએ
ગયો. આટલી નાની ઉમરમાં તે કામ કરવા લાગ્યો.
એકદિવસ એક મોટો પથ્થર માથે લઈને નિસરણી પર ચડી રહ્યો હતો. ત્યારે
અચાનક તેનો પગ ખસી ગયો અને તે નીચે પડી ગયો. તે તરત જ બેભાન થઇ ગયો. તેના મોમાંથી
લોહી નીકળવા લાગ્યું. આ જોઈ બીજા બધા મજુરો પણ ત્યાં આવી પહોચ્યા. થોડાક દિવસ પછી
તે સાજો થયો. તે કાને બહેરો થઇ ગયો હતો. તેને આ જાણી ખુબ દુઃખ થયું. દવા ખુબ કરી
પણ કઈ ફાયદો થયો નહિ. જોનને થયું કે તે હિમત હારશે નહિ. જોને હિમત હારી નહિ.
તે વાચવા લાગ્યો સાથે તે તેના પિતાને મદદ કરવા લાગ્યો. તેના પિતાએ
તેને બાલગૃહમાં મોકલી દીધો. ત્યાં તે ચંપલ સીવવા લાગ્યો. આટલી નાની ઉમરે તે કામ
કરવા લાગ્યો. આ વખતે તેને જ્યારે સમય મળે ત્યારે તે ભણતો હતો. તે લેખો લખવા
લાગ્યો. તેના વખાણ થવા લાગ્યા. તે વધારે આગળ ભણવા લાગ્યો અને તેને શહેરમાં નોકરી
મળી અને તે જાણીતો થઇ ગયો. અને તેના કુટુંબની ગરીબાઈ દુર થઇ ગઈ અને તે બહેરો હોવા
છતાં મહેનત હાર્યો નહિ.
બોધ: આપણે
ક્યારેય હિમત હારવી જોઈએ નહિ.
તોફાની બચ્ચું
લેખિકા:
ડવ ઉર્વિષા એન.
એક ખુબ મોટું વૃક્ષ હતું. તે વૃક્ષની ડાળી પર બે ખિસકોલી રહેતી હતી. તેમાં એક ખિસકોલીને બે બચ્ચા હતા. તે બચ્ચા ખુબ જ નાના હોવાથી ખિસકોલી તેમને છોડીને ક્યાય જતી નહિ.
શ્રી
ઝુંડાળા પ્રાથમિક શાળા
એક ખુબ મોટું વૃક્ષ હતું. તે વૃક્ષની ડાળી પર બે ખિસકોલી રહેતી હતી. તેમાં એક ખિસકોલીને બે બચ્ચા હતા. તે બચ્ચા ખુબ જ નાના હોવાથી ખિસકોલી તેમને છોડીને ક્યાય જતી નહિ.
આમ તે બચ્ચા થોડા મોટા થયા.
તેમાં એક બચ્ચું ખુબ જ તોફાની હતું અને તે ઝાડ પર આમ-તેમ કુદકા માર્યા કરતુ. આથી
તેમની માં તે બચ્ચાને ખુબ જ સમજાવતી. છતાં તે બચ્ચું કોઈ પણ વાત સમજાતું નહિ. પણ
બીજું બચ્ચું ખુબ જ ડાહ્યું હતું.
તે બચ્ચું તેની માના કહ્યા મુજબ
કામ કરતુ. આથી તેમની માને ડાહ્યું બચ્ચું ખુબ જ ગમતું. તેની મા ડાહ્યા બચ્ચાને
વ્હાલથી સાચવતી પણ પેલા તોફાની બચ્ચાને સાચવતી નહિ.
તે બચ્ચું તેની રીતે આમતેમ
ઘૂમ્યા કરતુ. આમ કરતા બંને બચ્ચા મોટા થયા. તેમાં પેલું ડાહ્યું બચ્ચું માની સેવા
કરતુ અને પેલું તોફાની બચ્ચું માની એક પણ પ્રકારની વાત માનતું ન હતું.
એક દિવસ તે તોફાની બચ્ચું એક
ડાળીએથી પડ્યું. ડાળીએથી પડી જતા તે બચ્ચાનું મૃત્યુ થયું. આ વાતની ખિસકોલીને ખબર
પડતા તે ઝટપટ આવી અને બચ્ચાને ઘરે લઇ આવી. છતાં તે બચ્ચું જીવતું ન રહ્યું અને
મારી ગયું.
બોધ:-
તોફાની સ્વભાવ કરતા ડાહ્યો સ્વભાવ રાખવો જોઈએ.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)