લેખિકા:
ડવ ઉર્વિષા એન.
એક ખુબ મોટું વૃક્ષ હતું. તે વૃક્ષની ડાળી પર બે ખિસકોલી રહેતી હતી. તેમાં એક ખિસકોલીને બે બચ્ચા હતા. તે બચ્ચા ખુબ જ નાના હોવાથી ખિસકોલી તેમને છોડીને ક્યાય જતી નહિ.
શ્રી
ઝુંડાળા પ્રાથમિક શાળા
એક ખુબ મોટું વૃક્ષ હતું. તે વૃક્ષની ડાળી પર બે ખિસકોલી રહેતી હતી. તેમાં એક ખિસકોલીને બે બચ્ચા હતા. તે બચ્ચા ખુબ જ નાના હોવાથી ખિસકોલી તેમને છોડીને ક્યાય જતી નહિ.
આમ તે બચ્ચા થોડા મોટા થયા.
તેમાં એક બચ્ચું ખુબ જ તોફાની હતું અને તે ઝાડ પર આમ-તેમ કુદકા માર્યા કરતુ. આથી
તેમની માં તે બચ્ચાને ખુબ જ સમજાવતી. છતાં તે બચ્ચું કોઈ પણ વાત સમજાતું નહિ. પણ
બીજું બચ્ચું ખુબ જ ડાહ્યું હતું.
તે બચ્ચું તેની માના કહ્યા મુજબ
કામ કરતુ. આથી તેમની માને ડાહ્યું બચ્ચું ખુબ જ ગમતું. તેની મા ડાહ્યા બચ્ચાને
વ્હાલથી સાચવતી પણ પેલા તોફાની બચ્ચાને સાચવતી નહિ.
તે બચ્ચું તેની રીતે આમતેમ
ઘૂમ્યા કરતુ. આમ કરતા બંને બચ્ચા મોટા થયા. તેમાં પેલું ડાહ્યું બચ્ચું માની સેવા
કરતુ અને પેલું તોફાની બચ્ચું માની એક પણ પ્રકારની વાત માનતું ન હતું.
એક દિવસ તે તોફાની બચ્ચું એક
ડાળીએથી પડ્યું. ડાળીએથી પડી જતા તે બચ્ચાનું મૃત્યુ થયું. આ વાતની ખિસકોલીને ખબર
પડતા તે ઝટપટ આવી અને બચ્ચાને ઘરે લઇ આવી. છતાં તે બચ્ચું જીવતું ન રહ્યું અને
મારી ગયું.
બોધ:-
તોફાની સ્વભાવ કરતા ડાહ્યો સ્વભાવ રાખવો જોઈએ.