ગુરુવાર, 4 ઑક્ટોબર, 2012
રવિવાર, 16 સપ્ટેમ્બર, 2012
બુધવાર, 5 સપ્ટેમ્બર, 2012
રવિવાર, 24 જૂન, 2012
શાળા પ્રવેશોત્સવ વર્ષ ૨૦૧૨
| ઉપસ્થિત અતિથી વિશેષ શ્રી. |
| ||
| માનનીય મહેમાન શ્રીના હસ્તે ઇનામ વિતરણ |
| શાળાના દાતા શ્રી કાળુભાઈ પદમાણી નું શિક્ષક શ્રી દ્વારા સન્માન. |
| મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું વક્તવ્ય ગ્રામજનો અને અધિકારી ગણ દ્વારા નિહાળવામાં આવ્યું. |
| ધોરણ ૫ ના વિદ્યાર્થીઓ દ્વારા 'જય સોમનાથ' ગીતના શબ્દો પર અભીનય. |
| ધોરણ ૨ ના વિદ્યાર્થીઓ દ્વારા 'ઇન્સાફ કી ડગર પે' દેશભક્તિ ગીત પર અભીનય. |
| શાળામાં શ્રી કેશુભાઈ પટેલ દ્વારા રૂપિયા ૨૫૦૦ નું રોકડ દાન સ્વીકારતા આચાર્યા બેન શ્રી. |
બુધવાર, 2 મે, 2012
Hello Sun ! Hello Sun !
Hello Sun ! Hello Sun !
Where are you ?
Hello Dear ! Hello Dear !
I am in the East.
Hello Sun ! Hello Sun !
Good Morning. Good Morning.
Good Morning Dear. (2)
Hello Sun ! Hello Sun !
Where are you ?
Hello Dear ! Hello Dear !
I am on your head.
Hello Sun ! Hello Sun !
Good Afternoon. Good Afternoon.
Good Afternoon Dear. (2)
Hello Sun ! Hello Sun !
Where are you ?
Hello Dear ! Hello Dear !
I am in the west.
Hello Sun ! Hello Sun !
Good Evening. Good Evening.
Good Evening Dear. (2)
Hello Sun ! Hello Sun !
Where are you ?
Hello Dear ! Hello Dear !
I am at my home.
Hello Sun ! Hello Sun !
Good Night. Bye Bye.
Good Night. Bye Bye. (2)
- Vala Pratik
રવિવાર, 4 માર્ચ, 2012
રવિવાર, 19 ફેબ્રુઆરી, 2012
સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા
સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા,
નથી મફતમાં મળતા રે એના મૂલ ચૂકવવા પડતાં.
સંતને
સંતપણા રે...
ભરી બજારે કોઈ વેચાણા. કોઈ તેલ કડામાં બળતા (૨)
કાયા કાપી કાંટે તોળી કોઈ હેમાળો ગળતા.
સંતને
સંતપણા રે...
કરવત મેલી માથા વેર્યાને કાળજા કાપીને ધરતા (૨)
ઝેર પીધાં ને જેલું ભોગવી સાધુડા સુળીએ ચડતા.
સંતને
સંતપણા રે...
પ્યારા પુત્રનું મસ્તક ખાંડીને ભોગ સાધુને ધરતા (૨)
ઘરની નારી દાનમાં દેતાં, જેના દિલ જરી નવ ડરતા.
સંતને
સંતપણા રે...
પર દુઃખેરે જેનો આતમ દુઃખીયો રુદિયો જેના રડતાં (૨)
માન મોહને મમતા ત્યાગી જઈને બ્રહ્મમાં ભળતા.
સંતને
સંતપણા રે...
ગુરુ પ્રતાપે ભણે પુરુષોતમ જેના ચોપડે નામ ચડતા (૨)
એવા સંતને ભજતા જીવડાં ભવના બંધન ટળતા.
સંતને
સંતપણા રે...
આવકારો મીઠો આપજે રે
એજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે.
આવકારો
મીઠો આપજે રે.
એજી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે,
બને
તો થોડું કાપજે રે...
માનવીની પાસે કોઈ માનવી ન આવે રે.
એજી તારા દિવસની પાસે રે દુખિયા આવે રે.
આવકારો
મીઠો...
“કેમ તમે આવ્યા છો ?” એમ નવ કહેજે રે.
એજી એને માથું રે હલાવી હોંકારો તું દેજે રે.
આવકારો
મીઠો...
‘કાગ’ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે,
એજી એને ઝાંપા રે સુધી તું મેલવા જાજે રે.
આવકારો
મીઠો...
ભાવે ભજીલ્યો ભગવાન
તમે ભાવે ભજીલ્યો ભગવાન જીવન થોડું રહ્યું.
કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું.
એને દીધેલ કોલ તમે ભૂલી ગયા,
જુઠી માયાને મોહમાં ઘેલા થયા.
ચેતો
ચેતો શું ભૂલ્યા છો ભાન. જીવન થોડું રહ્યું...
બાળપણને જુવાનીમાં અડધું ગયું.
નથી ભક્તિના મારગમાં ડગલું ભર્યું.
હવે
બાકી છે તેમાં દયો ધ્યાન. જીવન થોડું રહ્યું...
પછી ઘડપણમાં શંકર ભજાશે નહિ,
લોભ વૈભવ ને ધનને તજાશે નહિ.
બનો
આજથી પ્રભુમાં મસ્તાન. જીવન થોડું રહ્યું...
જરા ચેતીને ભક્તિનું ભાતું ભરો,
કઈંક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો,
છીએ
થોડા દિવસના મહેમાન. જીવન થોડું રહ્યું...
પછી આળસમાં દીન બધા વીતી જાશે,
પછી ઓચિંતું યમનું તેડું થશે,
નહિ
ચાલે તમારું તોફાન. જીવન થોડું રહ્યું...
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)











