ખોડલ કરુણાની ભંડાર ખોડલ માત જાગે છે,
એ માની ગળધરાની ભાઈ ડાક વાગે છે.
- ખોડલo
હે દેવી ભક્તોને કરુણાની ભંડાર લાગે છે,
દેવી કેવી અસુરોને કાળજાળ લાગે છે.
- ખોડલo
એ દેવી ભક્તો ઉપર કેવી મેર કરે છે,
એવી દાનવને માથે કાળો કેર કરે છે.
- ખોડલo
માને હાકોટે ડાકણ ને ભૂતપ્રેત ભાગે છે,
માના દર્શનથી ભક્તોના ભાગ્ય જાગે છે.
- ખોડલo
સંકટ વેળાએ ખોડલ વેલી વાર કરે છે,
સાચા સેવકનો દેવી બેડો પાર કરે છે.
- ખોડલo
માતા છોરુના રૂડા રખવાળા કરે છે,
ચૌદ બ્રહ્માંડે માડીની ચોકી ફરે છે.
- ખોડલo
કેવી ખપરાળી ખોડલની હાક વાગે છે,
શ્યામ છોરુને માવલડી વાલી લાગે છે.
- ખોડલo