સોમવાર, 13 મે, 2013

નાનકડી પરીની ઝાંઝર

એક નાનકડી છોકરીને જોઈને આ કવિતા લખી...

નાનકડી પરીની ઝાંઝર.
નાનકડી પરીની ઝાંઝર.

બે પગ વચ્ચે વાતો કરતી,
નવી નવી રમતો રમતી,
હસવાનું એ બહાનું બનતી,
નાનકડી પરીની ઝાંઝર.

આંખો એની રમતો કરતી,
ચોટી સૌના મનને મોહતી,
નવા નવા એ ગીતો ગાતી,
નાનકડી પરીની ઝાંઝર.

ચુંદડીનું રમકડું કરતી,
મમ્મીની નકલો કરતી,
નાની થઈને મોટી બનતી,
નાનકડી પરીની ઝાંઝર.

અચરજથી એ સૌને જોતી,
દર્દ દુનિયાના ક્યાં સમજતી ?
પોતાની જ મસ્તીમાં રહેતી,
નાનકડી પરીની ઝાંઝર.

દુનિયા કાનો કાનો કરતી,
પણ બાળપણની નોખી મૂર્તિ,
'આનંદ' જેમ રાધા હસતી,
નાનકડી પરીની ઝાંઝર.