સોમવાર, 13 મે, 2013

જિંદગી

જિંદગી ફૂલોની સેજ નથી,
જિંદગી ઝાકળનો ભેજ નથી,
જિંદગી પથ્થર જેવી કઠોર,
જિંદગી ધગધગતી બપોર.

જિંદગી છલકતો જામ
જિંદગી યાત્રા અવિરામ
જિંદગી હળાહળનું પાન
જિંદગી સંઘર્ષોની ખાણ.

જિંદગી શીતળ કોઈ છાયા,
જિંદગી મોહક કોઈ માયા,
જિંદગી અવિરત સળગતી આગ,
જિંદગી છે અરમાનોનો ત્યાગ.

જિંદગી ક્યારેક સુંદર સ્વરૂપા,
ક્યારેક લાગે નિર્મળ નિરૂપા,
'આનંદ' જિંદગી મલકતું સ્મિત,
શ્વાસની ધૂન પર ધબકારનું ગીત.