ગુરુવાર, 15 ઑગસ્ટ, 2013

બહાદુર છોકરો

લેખિકા: ગોસાઈ કાજલ
શ્રી ઝુંડાળા પ્રાથમિક શાળા

                  એક છોકરો હતો. તેનું નામ જોન હતું. તેની ઉમર માત્ર ૧૦ વર્ષની હતી. તેને ભણવાનો ખુબ શોખ હતો. તે ભણવામાં ખુબ હોશિયાર હતો. તેના પિતાનો સ્વભાવ ખુબ જ ચિડીયો હતો અને તેના પિતા મજુર હતા. જોનને આગળ ભણવું પણ હતું પણ ગરીબાઈને લીધે તેને ભણતર છોડવું પડ્યું. જોન એકદિવસ મજુરીએ ગયો. આટલી નાની ઉમરમાં તે કામ કરવા લાગ્યો.
એકદિવસ એક મોટો પથ્થર માથે લઈને નિસરણી પર ચડી રહ્યો હતો. ત્યારે અચાનક તેનો પગ ખસી ગયો અને તે નીચે પડી ગયો. તે તરત જ બેભાન થઇ ગયો. તેના મોમાંથી લોહી નીકળવા લાગ્યું. આ જોઈ બીજા બધા મજુરો પણ ત્યાં આવી પહોચ્યા. થોડાક દિવસ પછી તે સાજો થયો. તે કાને બહેરો થઇ ગયો હતો. તેને આ જાણી ખુબ દુઃખ થયું. દવા ખુબ કરી પણ કઈ ફાયદો થયો નહિ. જોનને થયું કે તે હિમત હારશે નહિ. જોને હિમત હારી નહિ.
તે વાચવા લાગ્યો સાથે તે તેના પિતાને મદદ કરવા લાગ્યો. તેના પિતાએ તેને બાલગૃહમાં મોકલી દીધો. ત્યાં તે ચંપલ સીવવા લાગ્યો. આટલી નાની ઉમરે તે કામ કરવા લાગ્યો. આ વખતે તેને જ્યારે સમય મળે ત્યારે તે ભણતો હતો. તે લેખો લખવા લાગ્યો. તેના વખાણ થવા લાગ્યા. તે વધારે આગળ ભણવા લાગ્યો અને તેને શહેરમાં નોકરી મળી અને તે જાણીતો થઇ ગયો. અને તેના કુટુંબની ગરીબાઈ દુર થઇ ગઈ અને તે બહેરો હોવા છતાં મહેનત હાર્યો નહિ.

બોધ: આપણે ક્યારેય હિમત હારવી જોઈએ નહિ.