બુધવાર, 31 ઑગસ્ટ, 2011

ચાર દીકરા

લેખક : પદમાણી મોહિત
ધોરણ : ૮
શ્રી ઝુંડાળા પ્રાથમિક શાળા

                                                   એક ગામ હતું. એ ગામમાં રમણભાઈ રહેતા હતા. તેને ચાર દીકરા હતા. ચારેય દીકરા આળસુ હતા. ઘરમાં રમણભાઈ એક જ કામ કરે અને ચારેય દીકરા એશ કરે.રમણભાઈ વૃદ્ધાવસ્થામાં આવી ગયા હતા. રમણભાઈને ચારેય દીકરાઓની ખુબ ચિંતા થતી.
                                                 એ ખુબ બીમાર પડ્યા. તેને એક યુક્તિ સુઝી. તેમણે એક ચીઠી લખી અને મૃત્યુ પામ્યા. તેમના દીકરા ખુબ રડ્યા. ચારેય દીકરાઓએ ચીઠી વાંચી તો તેમાં લખ્યું હતું કે,"મને ચારેય દીકરા બહુ વ્હાલા છો.હું તમને એક વાત કહું છું. જે મારો પટારો છે તેમાં ઘઉં છે. તે ઘઉં વાવવાથી તે સોનાના ઘઉં ઉગશે. આ વાંચી ચારેય દીકરા ખુશ થઇ ગયા. તેમણે પિતાજીનું પાણીઢોળ પૂર્ણ કર્યું. પછી તેમણે ખેતર ખેડ્યું અને તેમાં ઘઉં વાવી દીધા. ચોમાસું આવ્યું અને વરસાદ પડ્યો. પછી ઘઉં ઉગ્યા પણ સોનાના ન ઉગ્યા. ચારેય ભાઈઓ નિરાશ થઇ ગયા.
                                                 તેમાં સૌથી નાનો દીકરો હોશિયાર હતો. તેણે કહ્યું, " આપણે ઘઉં વાવ્યા પણ સોનાના ન ઉગ્યા તો કંઈ નહિ. આપણે ઘઉં વાવ્યા છે તો ઘઉં વેંચી નાખીએ. તો પણ ઘણા પૈસા આવશે. આ વાત ચારેય દીકરાને ગમી. ઘઉં વેચવાથી ઘણી આવક થઇ. પછી? પછી શું તે દર વર્ષે ઘઉં વાવતા ગયા. આમ બે-ત્રણ વર્ષમાં તો તે પૈસે ટકે સુખી થઇ ગયા.
                                                તે સમજી ગયા કે મહેનતના ફળ મીઠા હોય છે.

ચારણકન્યાસાવજ ગરજે !
વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !

ક્યાં ક્યાં ગરજે ?
બાવળના જાળામાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે
થર થર કાંપે !
વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે
ઝાડ તણાં પાંદડલા કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓના જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે
આંખ ઝબૂકે
કેવી એની આંખ ઝબૂકે
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
જડબાં ફાડે !
ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ લસ કરતા જીભ ઝુલાવે.
બ્હાદર ઊઠે !
બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઉઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !
ઊભો રેજે
ત્રાડ પડી કે ઊભો રેજે !
ગીરના કુત્તા ઊભો રેજે !
કાયર દુત્તા ઊભો રેજે !
પેટભરા ! તું ઊભો રેજે !
ભૂખમરા ! તું ઊભો રેજે !
ચોર લૂંટારા ઊભો રેજે !
ગા-ગોઝારા ઊભો રેજે !
ચારણ કન્યા
ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડીયાળી ચારણ કન્યા
શ્વેતસુંવાળી ચારણ કન્યા
બાળી ભોળી ચારણ કન્યા
લાલ હિંગોળી ચારણ કન્યા
ઝાડ ચડંતી ચારણ કન્યા
પહાડ ઘૂમંતી ચારણ કન્યા
જોબનવંતી ચારણ કન્યા
આગ ઝરંતી ચારણ કન્યા
નેસ નિવાસી ચારણ કન્યા
જગદમ્બા શી ચારણ કન્યા
ડાંગ ઉઠાવે ચારણ કન્યા
ત્રાડ ગજાવે ચારણ કન્યા
હાથ હિલોળી ચારણ કન્યા
પાછળ દોડી ચારણ કન્યા
ભયથી ભાગ્યો !
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !
- ઝવેરચંદ મેઘાણી

જનનીની જોડ સખી નહિ જડે રે લોલમીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખી નહિ જડે રે લોલ (2)
પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે.
જનનીનીo
 અમી ભરેલી એની આંખડી રે લોલ,
વ્હાલના ભરેલ એના વેણ રે.
જનનીનીo
 હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમ કેરી હેલ રે.
જનનીનીo
 દેવોને દુધ એના દોહલા રે લોલ,
શશીએ સીંચેલ એની સોડ રે.
જનનીનીo
 જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈક ભર્યા કોડ રે.
જનનીનીo
ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે.
જનનીનીo
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લ્હાણ રે.
જનનીનીo
ધરતી માતાએ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે.
જનનીનીo
ગંગાના નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે.
જનનીનીo
વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે.
જનનીનીo
ચડતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે.
જનનીનીo

નંદલાલાને માતા જશોદાજી સાંભરેનંદલાલાને માતા જશોદાજી સાંભરે
મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં.

સોના રૂપાના અહી વાસણ મજાના
કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં.
નંદલાલાને o

છપ્પન ભોગ અહી સ્વાદના ભરેલા
માખણ ને મિશરી મારી રહી ગઈ ગોકુળમાં.
નંદલાલાને o

હીરા માણેકના અહી મુગટ મજાના,
મોરપીંછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં.
નંદલાલાને o

હાથીને ઘોડા અહી ઝૂલે અંબાડીએ
ગોરી ગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુળમાં.
નંદલાલાને o

સારંગીના સુર અહી કેવા મજાના?
વાલી વાલી વાંસળી મારી રહી ગઈ ગોકુળમાં.
નંદલાલાને o

રાધાજીને એટલું કહેજો ઓધવજી !
અમી ભરેલી આંખ મારી રહી ગઈ ગોકુળમાં.
નંદલાલાને o

कभी प्यासे को पानी पिलाया नहींकभी प्यासे को पानी पिलाया नहीं,
बाद अमृत पिलाने से क्या फायदा ?

कभी  गिरर्ते हुए को उठाया नहीं,
फिर आंसू बहाने से क्या फायदा ?

में तो मंदिर गया पूजा आरती की,
पूजा करते हुए ये ख़याल आ गया.
कभी माँ-बाप की सेवा की ही नहीं,
फिर पूजा करवाने से क्या फायदा ?

में तो सतसंग गया गुरुवाणी सुनी,
गुरुवाणी सुनते हुए ये ख़याल आ गया,
जन्म मानव का लेकर दया की ही नहीं,
फिर मानव कहेलाने से क्या फ़ायदा ?


कभी प्यासे को पानी पिलाया नहीं,
बाद अमृत पिलाने से क्या फायदा ?

મોરલીયો ટહુકા કરતો જાયમોરલીયો ટહુકા કરતો જાય, મોરલીયો ટહુકા કરતો જાય.

પેલો તે ટહુકો ઉડીને આવ્યો મા અંબેમાને દ્વાર,
અંબેમાને જઈને કે જે આવજો અવસર દ્વાર.          -મોરલીયોo

બીજો તે ટહુકો ઉડીને આવ્યો મા ચામુંડમાને દ્વાર,
ચામુંડમાને જઈને કે જે આવજો અવસર દ્વાર.        -મોરલીયોo

ત્રીજો તે ટહુકો ઉડીને આવ્યો મા ખોડલમાને દ્વાર,
ખોડલમાને જઈને કે જે આવજો અવસર દ્વાર.        -મોરલીયોo

ચોથો તે ટહુકો ઉડીને આવ્યો મા દશામાને દ્વાર,
દશામાને જઈને કે જે આવજો અવસર દ્વાર.          -મોરલીયોo

પાંચમો તે ટહુકો ઉડીને આવ્યો મા અંબેમાને દ્વાર,
અંબેમાને જઈને કે જે આવજો અવસર દ્વાર.          -મોરલીયોo

માને પાંચે તે ગરબા મનગમતામાને પાંચે તે ગરબા મનગમતા મારી સૈયરુએ,
માને પેલો તે ગરબો રૂપાનો મારી સૈયરુએ.
કિયા માડી ગરબે ઘૂમી જાય હાલો જોવા જઈએ,
માડી અંબે માડી ગરબે ઘૂમી જાય હાલો જોવા જઈએ.
                                         માને પાંચેo

માને બીજો તે ગરબો સોનાનો મારી સૈયરુએ.
કિયા માડી ગરબે ઘૂમી જાય હાલો જોવા જઈએ,
માડી ચામુંડ માડી ગરબે ઘૂમી જાય હાલો જોવા જઈએ.
                                         માને પાંચેo

માને ત્રીજો તે ગરબો માટીનો મારી સૈયરુએ.
કિયા માડી ગરબે ઘૂમી જાય હાલો જોવા જઈએ,
માડી ખોડલ માડી ગરબે ઘૂમી જાય હાલો જોવા જઈએ.
                                         માને પાંચેo

માને ચોથો તે ગરબો ચાંદીનો મારી સૈયરુએ.
કિયા માડી ગરબે ઘૂમી જાય હાલો જોવા જઈએ,
માડી રાંદલ માડી ગરબે ઘૂમી જાય હાલો જોવા જઈએ.
                                         માને પાંચેo

માને પાંચમો તે ગરબો રૂપાનો મારી સૈયરુએ.
કિયા માડી ગરબે ઘૂમી જાય હાલો જોવા જઈએ,
માડી દશામાં ગરબે ઘૂમી જાય હાલો જોવા જઈએ.
                                                                     માને પાંચેo

મંગળવાર, 30 ઑગસ્ટ, 2011

આંગણે આસોપાલવના ઝાડ


આંગણે આસોપાલવના ઝાડ,
              કે બગલા બેસી ગયા રે લોલ.

બગલા ઉડી ગયા આકાશ,
              કે પગલા છપાઈ ગયા રે લોલ.

દાદાએ જોયા ન જોયા પરદેશ,
              કે દીકરી દઈ દીધી રે લોલ.

દીકરી એવા ન કર અફસોસ,
              કે લેખ તારા લઇ ગયા રે લોલ.

કાકાએ જોયા ન જોયા પરદેશ,
              કે ભત્રીજી દઈ દીધી રે લોલ.

ભત્રીજી એવા ન કર અફસોસ,
              કે લેખ તારા લઇ ગયા રે લોલ.

મામાએ જોયા ન જોયા પરદેશ,
              કે ભાણેજ દઈ દીધી રે લોલ.

ભાણેજ એવા ન કર અફસોસ,
              કે લેખ તારા લઇ ગયા રે લોલ.

આંગણે આસોપાલવના ઝાડ,
              કે બગલા બેસી ગયા રે લોલ.

બગલા ઉડી ગયા આકાશ,
              કે પગલા છપાઈ ગયા રે લોલ.

ગણપતી પૂજા કોણે કરી


ગણપતી ઉપર ચોપડેલા સિંદુર,
              આજે ગણપતી પૂજા કોણે કરી?

આવ્યા હતા અનિલભાઈના કુંવર,
              આજે ગણપતી પૂજા એણે કરી.

આવ્યા હતા મહેશભાઈના ભત્રીજા,
              આજે ગણપતી પૂજા એણે કરી.

આવ્યા હતા જયેશભાઈના ભાણેજ,
              આજે ગણપતી પૂજા એણે કરી.

આવ્યા હતા પ્રવિણભાઈના વીરા,
              આજે ગણપતી પૂજા એણે કરી.

ગણપતી ઉપર ચોપડેલા સિંદુર,
              આજે ગણપતી પૂજા કોણે કરી?

ગણપત દેવો પ્રથમ તમારી સ્થાપના


વંદુ દેવ વંદુ ગણપત લાગું પાય,
              ગણપત દેવો પ્રથમ તમારી સ્થાપના.

ચારેય દેવ સરખા તેમાં ક્યાં દેવના માન?
              ગણપત દેવો પ્રથમ તમારી સ્થાપના.

ચારેય દેવ સરખા તેમાં ગણપત દેવના માન,
              ગણપત દેવો પ્રથમ તમારી સ્થાપના.

ચારેય ભાઈ સરખા તેમાં ક્યાં ભાઈના માન?
              ગણપત દેવો પ્રથમ તમારી સ્થાપના.

ચારેય ભાઈ સરખા તેમાં કરન ભાઈના માન,
              ગણપત દેવો પ્રથમ તમારી સ્થાપના.

ચારેય વહું સરખી તેમાં ક્યાં વહુંના માન?
              ગણપત દેવો પ્રથમ તમારી સ્થાપના.

ચારેય વહું સરખી તેમાં પૂર્વી વહુંના માન,
              ગણપત દેવો પ્રથમ તમારી સ્થાપના.

રવિવાર, 28 ઑગસ્ટ, 2011

પાવા તે ગઢમાં સંતાકુકડી રમીએપાવા તે ગઢમાં સંતાકુકડી રમીએ (2)
પેલો તે દાવ માડી અંબેમા ને દઈએ, અંબેમા તમે ક્યાં સંતાણા ?
હું રે સંતાણી મારા આરાસુરધામમાં, આરાસુરમાં અંબેમાનો થા...પો
                                                       -પાવા તે ગઢમાં
બીજો તે દાવ માડી ચામુંડમા ને દઈએ, ચામુંડમા તમે ક્યાં સંતાણા ?
હું રે સંતાણી મારા ચોટીલા ધામમાં, ચોટીલામાં ચામુંડમાનો થા...પો
                                                       -પાવા તે ગઢમાં
ત્રીજો તે દાવ માડી ખોડલમા ને દઈએ, ખોડલમા તમે ક્યાં સંતાણા ?
હું રે સંતાણી મારા રાજપરાધામમાં, રાજપરામાં ખોડલમાનો થા...પો
                                                       -પાવા તે ગઢમાં
ચોથો તે દાવ માડી રાંદલમા ને દઈએ, રાંદલમા તમે ક્યાં સંતાણા ?
હું રે સંતાણી મારા દડવાધામમાં, દડવામાં રાંદલમાનો થા...પો
                                                       -પાવા તે ગઢમાં
પાંચમો તે દાવ માડી કાળકામા ને દઈએ, કાળકામા તમે ક્યાં સંતાણા ?
હું રે સંતાણી મારા પાવાગઢધામમાં, પાવાગઢમાં કાળકામાનો થા...પો
                                                       -પાવા તે ગઢમાં